Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત અધિકારીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર આપી ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી

પંકજ પંડિત

ભીલ પ્રદેશ મોરચાની આગેવાની હેઠળ આખા ગુજરાતમાં દરેક તાલુકાઓમાં ભીલ પ્રદેશની માંગ માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું તે સંદર્ભે ઝાલોદ ભીલ પ્રદેશ મોરચા તેમજ આદિવાસી પરિવારના લોકો મોટા પ્રમાણમાં પ્રાંત કચેરી બહાર ભેગા થયેલ હતા. મોટા પ્રમાણમાં આગેવાનો ભેગા થઈ કચેરી બહાર રેલી સ્વરૂપે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર સાથે ભીલ પ્રદેશની માંગ માટે સૂત્રોચ્ચાર કરી રહેલ હતા. રેલી દરમિયાન હમ હમારા હક માંગતે નહીં કીસી સે ભીખ માંગતે, લડેંગે જીંતેંગે, જય જોહાર કા નારા હૈ ભારત દેશ હમારા હૈ, ભીલ પ્રદેશ કી માંગ હૈ લેકે રહેંગે લેંકેં રહેંગે જેવા સૂત્રોચ્ચાર તેમજ આદિવાસી ગીત ગાઈ અનેરું આકર્ષણ ઉભુ કરેલ હતું.
ઉપસ્થિત આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયાને આવેદનપત્ર આપી ભીલ પ્રદેશની અલગ માંગ કરી આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ મંત્રાલયને પહોંચાડવા માટે માંગ કરી આદિવાસી સમાજનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગ કરેલ હતી. તેમજ ભારત દેશ આઝાદ થયાના 76 વર્ષ થવા છતાંય આદિવાસી સમાજને બંધારણ મુજબ તેઓને તેમનો અધિકાર મળેલ નથી તેથી આદિવાસી સમાજને વર્ષો થી અન્યાયનો સામનો કરવો પડી રહેલ છે. આ અગાઉ પણ વર્ષો થી આદિવાસી સમાજ દ્વારા ભીલ પ્રદેશની માંગણી ઘણી વખત કરવામાં આવેલ છે પણ આદિવાસી સમાજની આ માંગણી પુરી કરવામાં આવેલ નથી. જેથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા ફરી થી ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી રહેલ છે.

Share

Related posts

ચાકલીયા પોલીસે 60,480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો

gujaratjanekta

સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા યોગ શિબિર અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

gujaratjanekta

દિવ્યાંગ બહેનોએ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે તાલીમ મેળવવા સંપર્ક કરવો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial