Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદની સાયબર ક્લબ દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે આજ રોજ સાયબર ક્લબ દ્વારા “સાયબર સલામતી અને સુખાકારી” વિષય પર ‘પોસ્ટર મેકિંગ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ. બી. આર. બોદરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વાઈસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલે વિધાર્થીઓને સાયબર ક્રાઇમ અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ સિનિયર અધ્યાપક પ્રો. જી. જી. સંગાડાએ વિધાર્થીઓને સાયબર સુરક્ષા વિશે પોતાના વિચારો જણાવ્યા હતા. આ સ્પર્ધામાં ઘણા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે ડાભી અમી, દ્વિતીય ક્રમે શર્મા ખુશી અને તૃતીય ક્રમે બારીયા ચિરાગ વિજેતા થયા હતા. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. ડી. બી. મુનિયા અને ડૉ. નમ્રતા કે. મકવાણાએ સેવા બજાવી હતી. આ કાર્યક્રમમાં સેલ્ફ ફાઇનાન્સ વિભાગના કો ઓર્ડિનેટર ડૉ. ધવલ. જોશી અને અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સાયબર ક્લબના કોઓર્ડિનેટર ડૉ. મુકેશપુરી એચ. સ્વામીએ અને આભારવિધિ ડૉ. કમલેશ આર. ગાયકવાડે કરી હતી. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં તાલુકા કક્ષાએ SIRD દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ફેઝ – ૨ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ – જાણો વધુ

gujaratjanekta

સાત માસમાં મનપાના વાહનોમાં 4.16 કરોડના ઇંધણનો ધુમાડો કરવામાં આવ્યો

Admin

દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈનીતિ આયોગની ટીમ દ્વારા વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી વિભાગીય કામગીરી વિગત અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial