Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને નગરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

પંકજ પંડિત

ભારત માતા કી જય ,વંદે માતરમના નારા સાથે વાતાવરણ સાથે વાતાવરણ ગુંજી ઉઠયુંભારત દેશના કાશ્મીર સ્થિત પહલગામમા પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા ધર્મ અને જાતિ પૂછી 26 જેટલા હિન્દુ લોકોની નિર્મમ હત્યા કરી હતી તેના પ્રત્યાઘાત રૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંદૂર ઓપરેશન હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પો પર હુમલા કરી આતંકવાદીને તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓપરેશન સિંદૂરને બિરદાવવા આખા દેશમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહેલ છે તેને અનુલક્ષી ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને ઢોલ કુંડી સાથે ભરત ટાવર થી કાઢવામાં આવી હતી આ યાત્રામા મોટા પ્રમાણમાં નગરજનો જોડાયેલ હતા. દેશ ભક્તિના ધુને આ યાત્રા ભરત ટાવર, સરદાર ચોક,આંબેડકર ચોક ,સ્વર્ણિમ સર્કલ થઈ ઝાલોદ એ.પી.એમ.સી ના ગણેશ મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવેલ હતી. ધારાસભ્ય મહેશ ભૂરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક કદમ ને બિરદાવતા યશસ્વી વડાપ્રધાનની કામગીરીની પ્રસંશા કરેલ હતી છેલ્લે આ યાત્રામાં જોડાયેલ સમસ્ત નગરજનો તેમજ ઉપસ્થિત સહુ લોકોનો ધારાસભ્ય મહેશ ભૂરીયાએ આભાર માન્યો હતો.

Share

Related posts

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

gujaratjanekta

ઝાલોદ આદિવાસી પ્રા.શાળા ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગમાં દાહોદની ગુરૂકુળ વિધાલયમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial