Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એ.પી.એમ.સી ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ધારાસભ્ય મહેશ ભૂરીયાની ઉપસ્થિતિમાં યોજાયું

પંકજ પંડિત

ગુજરાત પ્રદેશ માંથી રાજેન્દ્રસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઝાલોદ એ.પી.એમ.સી ખાતે ભાજપના 46મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે સક્રિય સદસ્ય સંમેલન ધારાસભ્ય મહેશ ભૂરીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આજના વિશેષ પ્રોગ્રામ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહેલ હતા. સહુ પ્રથમ દિપ પ્રાગટ્ય તેમજ વંદે માતરમ્ ગાન ગાઈ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા ઉપસ્થિત સહુ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય મહેશ ભૂરીયાએ કહ્યું કે ભાજપ પાર્ટીમા સન્નીષ્ટ તેમજ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે તેથી ભાજપ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. ભાજપના ભવિષ્યને ઊજળું કરવામાં આ સક્રિય કાર્યકર્તાઓ સિંહ ફાળો છે. ભાજપના સક્રિય સદસ્યો સદસ્ય નહીં પરંતુ પાર્ટીના વફાદાર સૈનિકોની જેમ સતત કાર્ય કરતા રહે છે. કોઈ પણ ચૂંટણી હોય ભાજપનો કાર્યકર્તા જીતે કે હારે પણ ભાજપ પ્રત્યે સદસ્યોની વફાદારી થી પાર્ટી આગળ છે. ભાજપનો દરેક સક્રિય સદસ્ય ભાજપ થી જ ઓળખાય છે એટલે દરેક સદસ્યો વફાદારી પૂર્વક ભાજપ સાથે જોડાયેલ છે એટલે જ ભાજપમાં નાના થી લઈ મોટા સંગઠન સુધી પાર્ટીને ઉંચાઈએ લઈ જવામાં સહુ કોઈ કાર્યકર્તાઓનો સિંહ ફાળો છે. ભાજપના ધારાસભ્ય તરીકે કરેલ કાર્યોની વિકાશગાથા થી સહુ કાર્યકર્તાઓને અવગત કર્યા હતા. 10-11-12 એપ્રિલમાં ગામ ચલો અભિયાનમા જોડાવવા સહુ કાર્યકર્તાઓને હાકલ કરી હતી તેમજ 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતીની ઉજવણી આન બાન શાન થી કરવાની હોઈ કંબોઈ ધામ ખાતે સહુ કોઈ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા સૂચન કરેલ હતું.
ગુજરાત પ્રદેશમાંથી ભાજપના પ્રતિનિધિ તરીકે વિશેષ મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ ચાવડાએ ભાજપના કાર્યકર્તાઓ ને કેમ ભાજપ પાર્ટી સતત કાર્યક્રમો આપી સક્રિય રાખે છે તેના વિશે જણાવતાં કહ્યું હતું કે જો કાર્યકર્તા સતત પ્રવૃત્તિશીલ ન હોય તો તેના પર જાળા બાઝી જાય છે એટલે કે તે કાર્યકર્તા આળસુ થઈ જાય છે. પંચાયત થી પાર્લામેન્ટ સુધીનુ શાસન એ ભાજપના સક્રિય સદસ્યોની દેન છે. ભાજપ સતત આઝાદી પછી પ્રથમ જનસંઘ સાથે જોડાયું અને પોતાના વિચારો તેમજ સતત આગળ વધવાની પદ્ધતિને લઈ અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાણ કરી સતત સકારાત્મક ભૂમિકા સાથે સતત આગળ વધતું રહેલ છે. ભાજપ પાર્ટી સતત કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઇ મજબૂત વિચારધારા સાથે આગળ વધતી ગયેલ છે તેના ફળ સ્વરૂપે આજે ભાજપ આખા દેશમાં મોટું વટવૃક્ષ બની ઉભું છે. પાર્ટી સાથે સતત વફાદારી રાખી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા 20 રાજ્યોમાં ભગવો લહેરાવ્યો છે. ભાજપના કોઈપણ કાર્યકર્તા જો સતત પાર્ટી સાથે વફાદારી થી કાર્યરત રહી આગળ વધતો રહે તો ચોક્કસ તેને નામના મળતી જ હોય છે. ભાજપ પાર્ટી દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના મોટા મોટા કાર્યો કરી દેશ વિદેશમાં નામના મેળવેલ છે. ભાજપ પાર્ટી દ્વારા અયોધ્યામાં રામ મંદિર, પાવાગઢ મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા કાશી વિશ્વનાથ, અંબાજી જેવા અનેક મોટા મંદિરોનુ નવીનીકરણ કરેલ છે. આજે ભાજપ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાશની અનોખી હરણફાળ ભરેલ છે. છેલ્લે તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, કાર્યકર્તાઓ ,જિલ્લા પંચાયત સદસ્યોનો મોટી સંખ્યામાં હાજર રહેવા માટે ઉપસ્થિત સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .

Share

Related posts

કમલમમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું

Admin

ગુજરાતના રાજકારણમાં ગરમાવો : કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા આપશે રાજીનામું

gujaratjanekta

દાહોદ રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં (ABMMS)અખિલ ભારતીય મારવાડી મહિલા સમાજનું સંમેલન યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial