Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદની વિવિધ સ્કૂલો ખાતે એચ.એસ.સી અને એસ.એસ.સી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે આવ્યા

પંકજ પંડિત

વિદ્યાર્થીઓનું સ્વાગત પરીક્ષા કેન્દ્રમા તિલક તેમજ ફૂલ આપી મોઢું મીઠું કરી કરવામાં આવ્યુંઆજરોજ 27-02-2025 ના રોજ એચ.એસ.સી અને એસ.એસ.સી ની પરીક્ષાનો આરંભ થયેલ હતો. આજે વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલી પણ તેમનો ઉત્સાહ વધારવા સાથે આવેલ હતા. બાળકોને ઝાલોદ ઝોનમાં આવતી તમામ શાળાઓમાં તિલક કરી ફૂલ આપી તેમજ મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને આવકારવામા આવ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓ ભૂલ થી પણ ચોરી કરવાના ઈરાદે કોઈ સાહિત્ય સાથે લાવેલ હોય તો તે માટે કાપલી પેટી મુકવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ તેમાં નાખી દે. તેમજ ઝાલોદ ખાતે એચ.એસ.સી પરીક્ષા માટે પણ કેન્દ્ર ફાળવવામાં આવેલ છે તેને લઈને પણ વિદ્યાર્થીઓનો ઘસારો નગરમાં વધુ જોવા મળતો હતો.આજથી થયેલ એસ.એસ.સી પરીક્ષામાં ઝાલોદ ઝોનમાં કુલ 6 કેન્દ્રો ,35 બિલ્ડિંગમા પરીક્ષા યોજાનાર છે. જે અંતર્ગત ઝાલોદમા-7 ,ફતેપુરા-6 ,લીમડી-8 ,સુખસર – 5 ,સંજેલી – 5 ,કારઠ-3 આમ કુલ 35 જેટલી બિલ્ડીંગમાં પરીક્ષા યોજાનાર છે. ઝાલોદ ઝોનમાં વધુમાં વધુ કુલ 9656 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.તે અંતર્ગત આજરોજ ગુજરાતી અને અંગ્રેજીના પેપર માટે કુલ 9193 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા તેમાંથી 8683 હાજર તેમજ 510 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા માટે કુલ 327 બ્લોકમા અંદાજીત 370 જેટલા શિક્ષકો હાજર રહેનાર છે તે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે મેડીકલ સ્ટાફ તેમજ કાયદાકીય પરિસ્થિતિ જાળવવા માટે પોલિસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરીક્ષાના તમામ કેન્દ્રો પર સુપરવાઈઝરની ત્રીજી આંખ સામાન સી.સીટી.વી કેમેરા પણ લગાડવામાં આવેલ છે જેથી પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ના આચરાય.

Share

Related posts

બંધ મકાનો અને તસ્કરો : પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં થઈ લાખોની ચોરીનો મામલો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta

દાહોદ ગલિયાકોટ એસટી બસમાં ચારથી પાંચ સીટો પર ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને હાલાકી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial