Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ, લીમડી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું.

પંકજ પંડિત

જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, દાહોદના સંયુક્ત ઉપક્રમે લાલબહાદુર શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ-૫, શ્રી બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ, લીમડી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં કુલ-૨૮ શાળાઓએ ભાગ લઈ કુલ-૫ વિભાગમાં થઈને ૫૪ કૃતિઓ રજૂ કરી હતી.જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, દાહોદના પ્રાચાર્ય શ્રી રાજેશભાઈ મુનિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય સંસ્થામાંથી પધારેલ આચાર્યશ્રીઓ તેમજ ક્યુ.ડી.સી. કન્વીનર આચાર્ય રમેશભાઈ બારીયા દ્વારા પ્રસંગ અનુસાર વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર સ્ટાફ પરિવારની કામગીરીને શાળાના આચાર્યશ્રી અશોકભાઈ શર્મા સાહેબ દ્વારા બિરદાવવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ નગરમાં મહાકાળી મંદિર અને ખોડિયાર માતા મંદિરે નવરાત્રીની આઠમ નિમિતે હવન પૂજા કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરમાં નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલીમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial