Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સેવાકીય પ્રવૃતિને વરલી છે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના દાતાશ્રી વસંતભાઈ કારેલીયા દ્વારા તેમને પુત્ર જયેશભાઈ ની યાદ માં નાના ભૂલકાઓને સ્કૂલબેગ આપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવામાં આવે છે. બાળકો અભ્યાસમાં રસ દાખવે અને તેઓને યોગ્ય પ્રોત્સાહન મળે એવો શુભારંભ થાય તેવા ઉત્તમ આશયથી સ્કૂલબેગ અને કીટ આપવામાં આવે છે .યોગ્ય વાતાવરણ જ સર્વાંગી વિકાસમાં સહાયભૂત બને છે. પ્રોજેક્ટ ચેરમેન લા કમલેશ લીમ્બાચીયા દ્વારા દાહોદ ની આજુબાજુ છાપરી સરપંચ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા, કાળી તળાઈ પ્રાથમિક શાળા ,ખેરીયા પ્રાથમિક શાળા, છાણ ઘાટી પ્રાથમિક શાળા, નવા ઝુપડા વર્ગ પ્રાથમિક શાળા જાલત, પાંચ શાળાઓમાં 150 નાના ભૂલકાઓને સ્કુલ બેગ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો જેમાં કેબિનેટ સેક્રેટરી લા યુસુફી કાપડિયા રિજીયન ચેરમેન લા અનિલ અગ્રવાલ ,સેક્રેટરી લા સેફીભાઈ પિટોલવાલ ,રેડક્રોસના એન કે પરમાર, સામાજિક કાર્યકર ડો નરેશ ચાવડા વિવિધ ગામના સરપંચ ,વિવિધ શાળાઓના આચાર્ય ,વાલી મિત્રો અને શિક્ષક મિત્રો દ્વારા ઉત્સાહપૂર્વક બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

Share

Related posts

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

Admin

ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર મા ચાલતી સોફ્ટ ડ્રિંક્સ કંપની ઉપર વહીવટી તંત્ર નો એક્શન ક્યારે???

gujaratjanekta

ઝાલોદ ઈશાન હોસ્પિટલની આગળ થી પસાર થતી ગટરો ખુલ્લી : પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી જોવા મળી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial