૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી*
તારીખ 27/06/2024 ગુરુવારના રોજ દાહોદ જિલ્લા પંચાયtના ખેતીવાડી અધિકારી પી .આર.દવે અને દાહોદ નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈના અધ્યક્ષસ્થાને વિવિધ ૩ શાળાઓના પ્રવેશોત્સવ કાર્યક્રમ દેસાઈ વાડા ઝવેરભાઈ કન્યાશાળા અખાડા ખાતે યોજાયો.
દાહોદ જિલ્લામાં સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩ થી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરાયો છે. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એમ.વાય. માધ્યમિક શાળા બાળકો, ભાઠવાડા પ્રાથમિક શાળાના બાળકો અને દેસાઈવાડા પ્રાથમિક કન્યાશાળાના બાળકો અને આંગણવાડીના નાના ભૂલકાઓના પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો ,
શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી, દેસાઈ વાડા ઝવેરભાઈ કન્યાશાળાના બાળકો દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત કરવામાં આવ્યું હતું, ,નાના બાળકો ને સ્કૂલ બેગ,નોટબુક , ચોકલેટ સહિત ની ચીજ વસ્તુઓનું વિતરણ કરી અને બાળકોને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો, નાના બાળકો ખુશીથી પ્રવેશોમાં ભાગ લીધો હતો.
આંગણવાડીના નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને ઉપસ્થિત દરેક મહાનુભાવોએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. દેસાઈવાડા ઝવેરબાઇ પ્રાથમિક કન્યા શાળાના બાળકોએ પાણી બચાવો અને વૃક્ષ વધુ વાવો ની વિસ્તૃતમા માહિતી આપી હતી.
દાહોદ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી દવે સાહેબએ જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે. આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવ્યુ હતુ. તેમજ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને દાહોદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી દવે સાહેબએ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી.
અંતે દેસાઈ વાડા ઝવેરભાઈ કન્યાશાળા પ્રતાંગણમાં જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી દવે સાહેબ અને દાહોદ નગરપાલિકા પ્રમુખ નિરજભાઈ દેસાઈ દ્વારા વૃક્ષારોપણ કરી અને શાળાની મુલાકાત લીધી હતી વાશાળા પ્રવેશોત્સવમા દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી નીરજભાઈ દેસાઈ, સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ આમંત્રિત અગ્રણીઓએ બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.

