Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના બાજરવાડા ચોકડી પર ફોર વ્હીલર ગાડીના ચાલક દ્વારા પૂરપાટ ચલાવી ટુ વ્હીલરને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

પંકજ પંડિત ઝાલોદ

ઝાલોદ તાલુકાના ટીમાચી ગામમાં રહેતા બે યુવકો ધ્રુવીલ રાજુ બારીયા તથા વિનોદ બાબુ બારીયા પોતાની ટુ વ્હીલર બાઇક GJ-20-BE-3483 તેમના સંબંધીને મળી સુરપળી ગામે થી આવી રહેલ હતા તે દરમ્યાન બાજરવાડા ચોકડી ઉપર બોલેરો ગાડી GJ-06-EQ-7328 ના ચાલક દ્વારા ગફલત રીતે ફોર વ્હીલર ગાડી હંકારી લાવતા ટુ વ્હીલર ગાડીને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર બંને વ્યક્તિને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. આ અકસ્માતમાં ધ્રુવીલને વઘુ ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત થયેલ હતું. ફોર વ્હીલર ચાલક અકસ્માત સર્જી ગાડી મુકી નાસી ગયેલ હતો. પોલીસ દ્વારા ગાડીને કબજે લઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકની તપાસ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

ખેડૂતો આનંદો: સરકારે જમીનનો સરવે રદ કર્યો, હવે જામનગર-દ્વારકાથી નવેસરથી થશે જમીન માપણી

Admin

મેગા બ્લડ ડોનેશન કેમ્પ સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા ધરાવતું મિશન છે અહીંયા

gujaratjanekta

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વિરપુરો વિભાગનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial