Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે ઢોર ચરાવવા જતા બે બાળકોનું તળાવના પાણીમાં ડૂબી જતાં મોત

પંકજ પંડિત- ઝાલોદ.

આજરોજ તારીખ 19-04-2024 શુક્રવારના રોજ અંદાજીત સવારના 10:00 વાગ્યાના દરમ્યાન કિશોરી ફળિયા , મોટીહાંડી ગામે રાધે દિલીપ બીલવાળ ( ઉંમર:9 વર્ષ, મોટીહાંડી ) અને દીપિકા કાળું કટારા ( ઉંમર: 4 વર્ષ, ચોસાલા ,દાહોદ) ગામના તળાવમાં ઢોરોને પાણી પીવડાવવા જતા તળાવમાં ડુબી જવાથી આ બંને બાળકોનું મૃત્યુ થયેલ હતું. આ અંગે લીમડી પોલીસ મથકના પી.એસ.આઈ વી.જે.ગોહેલને ખબર પડતાં તાત્કાલિક પોતાના પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. બંને બાળકોના મૃતદેહ બહાર કાઢી તાત્કાલિક તેને પી.એમ રિપોર્ટ અર્થે મોકલવામાં આવેલ હતા. જાણવા મળવા મુજબ આ મૃતદેહ પૈકી એક ચાર વર્ષની છોકરી પોતાના મામાને ત્યાં વેકેશન કરવા આવેલ હતી. આ સમગ્ર ઘટનાની ઝિણવટ ભરી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી

gujaratjanekta

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન દ્વારા ચાર ગામોમાં ખેડૂતોમાં ખેતી અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial