Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છા આપવામાં આવી

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા યુવા ટીમ જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસ દ્વારા દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના બાળકો મુક્તમને ,નિર્ભય થઈને,સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપે છે ઉમદા હેતુથી જુનિયર અને યુથ રેડક્રોસ ના જિલ્લા કન્વીનર કમલેશ લીમ્બાચીયા માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ડિયન સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલ ધાનકાની અધ્યક્ષતામાં ગુલાબનું પુષ્પ તેમજ મિસરી આપી મોઢું મીઠું કરાવી પરીક્ષાની શુભેચ્છા આપવાનો કાર્યક્રમ દાહોદના ધોરણ 10 ના છ સેન્ટરો પર અને ધોરણ 12 સાયન્સના ચાર સેન્ટરો ઉપર રાખવામાં આવ્યો હતો જેમાં સહમંત્રી સાબીરભાઈ શેખ, બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર કારોબારી સભ્ય શ્રી મુકુન્દરાય કાબરાવાલા,ડો કરિશ્મા લોખંડે તેમજ વિવિધ શાળાના કાઉન્સિલર ધર્મેશભાઈ લાલપુરીયા, મહેશભાઈ પટેલ ,આશિષભાઈ દરજી , આ ઉપરાંત મોટી સંખ્યામાં જુનિયર રેડક્રોસ ના સભ્યો ઉપસ્થિત રહી બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે ભવિષ્યમાં સફળ ડોક્ટર એન્જિનિયર સીએ આઈએએસ આઈપીએસ કે અન્ય વિભાગમાં કારકિર્દી બનાવી દેશની સેવા કરે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવી હતી

Share

Related posts

આ એ વાતનો પુરાવો છે કે ભાજપ-કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે – કેજરીવાલ

gujaratjanekta

વાઘોડીયાની પારૂલ યુનિ. ખાતે વડોદરા જિલ્લાકક્ષાનો ૭૫મો ‘વન મહોત્સવ’ ઉજવણી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ સામે પંચમહાલ જિલ્લાના ખેડુતોએ તકેદારી રાખવા કરાયો અનુરોધ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial