Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ચાંદણગઢ ખાતે આઈ શ્રી ખોડીયાર મંદિરના જીણોધ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયરો યોજાયો – જુઓ VIDEO

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે શ્રી ખોડિયાર મંદિર નો જીર્ણોધ્ધાર અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિકમય વાતાવરણમાં રંગેચંગે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંક નાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ નાં માદરે વતન અણીયાદ નજીકના ચાંદલગઢ ખાતે આવેલ પ્રસિદ્ધ અને હાજરા હજુર માં ખોડિયારના પ્રાંગણમાં ત્રણ દિવસના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માં સૌ ભક્તો, માઈભકતો તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

વસંત પંચમીના પાવન પર્વની પુર્વ સંધ્યાએ ચાંદણગઢ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક એવા માયાભાઈ આહીરે ઉપસ્થિત રહીને લોકડાયરામાં ઉપસ્થિત સૌ માઈભક્તો તેમજ દુરદુરથી આવેલા ગ્રામજનોને માં ખોડિયારના પરચાની ઝાંખી યાદ અપાવી હતી.

વધુમાં લોકગાયક માયાભાઈ આહિરે અયોધ્યામાં વર્ષો પછી બનાવવામાં આવેલા ભગવાન શ્રીરામના મંદિરની પ્રશંસા કરી હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો કોઇ દેશ હોય તો એ ભારત છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્ટાઇલમાં “કાલચક્ર બદલ રહા હૈ” ના હુકાર સાથે ઉપસ્થિત સૌ ભક્તોને સંગીત સહિત હાસ્યાસ્પદની સાથે સાથે ભજન ની રમઝટ બોલાવી મોજમાં રહેવા જણાવ્યું હતુ.

આ પ્રંસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યાય અને પંચમહાલ ડેરીના ચેરમેનશ્રી જેઠાભાઇ ભરવાડ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી શૈલેશભાઈ ઠાકર, ભાજપના નેશનલ કાઉન્સિલ સભ્ય મુળજીભાઈ રાણા, એડ્વોકેટ એન.જી.રાઠોડ, જીગ્નેશભાઇ પાઠક, જયપાલસિંહ રાઠોડ સહિત વરિષ્ઠ વ્યક્તિઓ, ભાઈ-બહેનો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

કડવાલ આંગણવાડી ખાતે હિપેટાઇટીસ ડે ની ઉજવણી અન્વયે હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો

gujaratjanekta

પંડિત મુસ્તફા દારા શિકોહની પરંપરાને આગળ વધારી રહ્યા છેરૂમી જાફરી

gujaratjanekta

ગોપાલભાઇ પી. ધાનકા એમ. એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial