Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના અંધેર વહીવટ : જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર શૈલેષભાઇ ઠાકરે બાયો ચડાવી – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ગુજરાતમાં એક તરફ સરકાર શિક્ષણ ક્ષેત્રે વિધ્યાર્થીઓની ભરતી પ્રક્રિયાને કોન્ટ્રાક્ટ સિસ્ટમ મારફતે રોજમદાર બનાવવા માંગે છે ત્યારે બીજી તરફ કેટલાક સામાજીક કાર્યકર્તાઓ અને નેતાઓ શિક્ષકો અને વિધ્યાર્થીઓ ના ભવિષ્યની ચિંતા કરી ન્યાય અપાવવાં માંગે છે. વાત કરીએ પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા શિક્ષણ સમિતિની તો જીલ્લાની હિસાબી શાખા અને ટ્રેઝરી ઓફીસ આ ત્રણ ઓફિસો છેલ્લા બે વર્ષથી રિટાયર્ડ થયેલા પ્રાથમિક શિક્ષકોના રાજ્ય વિમાના હકના નાણાં ન આપી બાઇ – બાઇ ચાયણી કરાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ હિસાબી શાખા દ્વારા છેલ્લા દોઢ વર્ષ સુધી આ રિટાયર્ડ થયેલા શિક્ષકોની ફાઈલોનો નિકાલ કર્યો નથી ને હવે ટ્રેઝરી અધિકારી પણ બિન જરૂરી નાની – નાની ભુલો કાઢી ટપાલો પાછી મોકલે છે. જો તેમાં કવેરી હોય તો એક સાથે બધી કવેરી કેમ દર્શાવવામાં આવતી નથી ? દરેક વખતે એક નવી કવેરી કાઢવામાં આવે છે. હિસાબી શાખા અને ટ્રેઝરી માં કામ કરતા કર્મચારીઓને સજા કેમ નહિ ? પગાર લઈને કામ કરતા કર્મચારીઓ વારંવાર ભૂલો કરે તો તેમની નોકરી દરમ્યાન બિન જવાબદાર ભૂલો રિટાયર્ડ શિક્ષકો કેમ ભોગવી રહ્યા છે ? આ બાબતની રજુઆત સામાજિક આગેવાન અને જાગૃત નાગરિક શૈલેષભાઈ ઠાકર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ટેલિફોનિક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જણાવેલ છે કે આપના કહેવાથી જ મને આ વાતની ખબર પડી છે અને હું જોવડાવી આનો યોગ્ય નિકાલ કરાવી દઉં છું તેમ જણાવેલ છે. એજ રીતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાથે ટેલિફોનિક વાત કરતા એમણે જણાવેલ છે કે હું પી.એમ . સાહેબના કાર્યક્રમમાં આવેલ છું. PM સાહેબનો કાર્યક્રમ પતે એટલે આપ રૂબરૂ આવો.
ટ્રેઝરી અધિકારી બિન જરૂરી કવેરીઓ કાઢે છે તેવું જણાવતા શૈલેષભાઇ ઠાકરે એવું કહ્યું હતું કે આપ જસ્ટિફાઈ કરીને જણાવો કે કવેરી કાઢનાર સાચા છે કે કવેરી રાખનાર ?

ટૂંકમાં અધિકારીઓના આ બાઈ – બાઈ ચારણી ના ખેલમાં રિટાયર્ડ થયેલા સેંકડો શિક્ષકોના નાણાં વગર વ્યાજે અધ્ધર તાલે લટકી રહ્યા છે. આશા છે કે આ જિલ્લાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતને ગંભીરતાથી લઇ વહેલામાં વહેલી તકે શિક્ષકોના નાણાં મળી જાય તેવી તજવીજ હાથ ધરે.

Share

Related posts

ઉત્તરાયણમાં અમદાવાદના કોટ વિસ્તારમાં ધાબાના બુકીંગમાં પડાપડી, મોટા ભાગના ધાબા બુક થઈ જતાં હવે બ્લેકમાં લેવા ડિમાન્ડ

Admin

ફતેપુરા જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ ની રચના કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશનમા શ્રાવણ માસ અંતર્ગત હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજની મીટીંગ પી.આઈ ગામીતની અધ્યક્ષતા હેઠળ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial