સંકેત પંડ્યા – એડિટર
પંચમહાલ જિલ્લામાં સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટરોની એક અગત્યની મીટીંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ તથા ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે મળી હતી ત્યારે પંચમહાલ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિયેશનના ઈજારદાર કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગ દરમિયાન પંચમહાલ જિલ્લાના કોન્ટ્રાક્ટરો દ્વારા તેમને પડતી વિવિધ મુશ્કેલીઓની વિસ્તૃત પણે ચર્ચાઓ કરવામાં આવી હતી અને પંચમહાલ જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખે સમગ્ર ગુજરાતના કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈને લગભગ દોઢેક વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે પૈકીની (૧) સરકારના તમામ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બિડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામાં આવે, (૨) દરેક જિલ્લા વાર નવા એસ.ઓ.આર બનાવવામાં આવે અને (૩) નવા ટેન્ડર જીએસટી વગરના ટેન્ડર કાઢી જીએસટી અલગથી એડ કરીને પેમેન્ટ કરવામાં આવે તેવી ત્રણ માંગણીઓ પણ સ્વીકારવામાં આવી પરંતુ તેની અમલવારી આજ દિન સુધી નહીં થતા સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં નારાજગી પ્રવર્તી છે અને જ્યાં સુધી આ ત્રણ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી પંચમહાલ જિલ્લાના કોઈપણ કોન્ટ્રાક્ટર સરકારી ટેન્ડર ભરશે નહીં તેવો નિર્ણય આજની મિટીંગમાં ઉપસ્થિત કોન્ટ્રાક્ટરોએ એક સુરે કર્યો હોવાનું જણાવ્યું હતું. આમ જિલ્લા કોન્ટ્રાક્ટરની મળેલી મિટિંગમાં પંચમહાલ જિલ્લાના કોન્ટ્રાક્ટરો દ્વારા પુલ રસ્તા સરકારી મકાનોનાં કામનાં ટેન્ડરો નહીં ભરવાનો નિર્ણય લેવાતા જિલ્લામાં વિકાસના કામો અટકી પડે તેવી સ્થિતિ નું નિર્માણ થવાની દહેશત સેવાઈ રહે છે !

