Gujarat Jan Ekta
તાજા સમાચાર
politics

બારગામ પાટીદાર સમાજ ઊંઝા આયોજીત વાર્ષિક સ્નેહ મિલન સમારંભમાં આરોગ્યમંત્રી વિશેષ ઉપસ્થિતિ રહ્યા

ઊંઝા ખાતે આજરોજ બારગામ પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમાજ એટલે વ્યક્તિઓનો સમૂહ. અને સમાજ ઉત્કર્ષ માટે સમાજે સતત શ્રેષ્ઠત્તમ કાર્ય કર્યુ છે મંત્રી એ ઉમેર્યું હતું કે સમાજની પ્રગતિમાં સમાજના શ્રેષ્ઠીઓએ નવીન બાબતો સ્વીકાર કરી આગળ ચાલવાનું નક્કી કર્યું છે. સમાજે પોતાની પ્રગતિ એક બીજાના ટેકે વિશ્વસમાં પથરાયેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકસિત દેશમાં સમાજનું સ્થાન વિશેષ રહ્યુ છે મંત્રી એ ઉમેર્યું હતું કે કંઇ નવું કરવાની,સાહસ કરવાની હામને કારણે સમાજે પ્રગતિ કરી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગુજરાતને મળે તે માટે પણ કામ કર્યું છે.તેમણે નવી શિક્ષણનિતિ બાબતે સમાજ શ્રેષ્ઠીઓને અવગત કર્યા હતા. મંત્રી એ નવી શિક્ષણ નિતીમાં ધર્મ પુસ્તક જેવા વિષયોને આવરી લેવાનું નક્કી કર્યુ છે. નવી શિક્ષણ નિતિ નવા ભારતનું નિર્માણ કરશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કે.કે.પટેલ,સમાજના અગ્રણીઓ,દાતા ઓ ,સમાજના મોભીઓ,શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઓલપાડ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

કોંગ્રેસ આજે ઉજવી રહી છે 138મો સ્થાપના દિવસ, મુંબઈમાં થશે રેલી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓ સામેલ થશે

Admin

‘લાઠીચાર્જ થતો રહે છે’… પટનામાં વિદ્યાર્થીઓની પીટાઈ પર બોલ્યા JDU પ્રમુખ લાલન સિંહ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial