Gujarat Jan Ekta
તાજા સમાચાર
education

GTUની પરીક્ષા દરમિયાન ચોરી ન થાય તે માટે રાજ્યની પાંચ ઝોન દીઠ પાંચ સ્ક્વોડ મૂકવામાં આવી

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ની જાન્યુઆરીથી શરૂ થનારી બીઈના સેમેસ્ટર 5 અને 7ની પરીક્ષા દરમિયાન ચોરી ન થાય તે માટે રાજ્યની પાંચ ઝોન દીઠ પાંચ સ્ક્વોડ મૂકવામાં આવી છે. આ સ્ક્વોડ કુલપતિના સીધા જ સંકલન રહી કામ કરશે. પરીક્ષાના કોઈ પણ સ્થળેથી કુલપતિ સુધી ફોન કે ઈમેઈલના માધ્યમથી ચોરીની સીધી જ રજૂઆત કે ફરિયાદ બાદ કુલપતિના દિશાનિર્દેશ અનુસાર સ્ક્વોડ સીધી જે તે પરીક્ષા કેન્દ્ર પર ત્રાટકશે. સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, રાજકોટ, સુરત સહિતની કુલ પાંચ ઝોનમાં આવેલાં આશરે 300 પરીક્ષા કેન્દ્રોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, “છેલ્લાં પાંચ વર્ષોથી આ પ્રકારે ફુલપતિ કાર્યાલયના સીધા જ સંકલન સાથેની સ્ક્વોડ તહેનાત કરવામાં આવે છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પરીક્ષા કેન્દ્રમાં, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અથવા તો ગેરરીતિને રોકવાના હેતુસર આ વર્ષે પણ સ્પેશિયલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ જીટીયુ સત્તાવાળાઓ દ્વારા આ સમગ્ર પરીક્ષાનું પરિણામ 45 દિવસની અંદર જાહેર કરવામાં આવે તે માટેની તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારી કરી દેવાઈ છે. કોરોનાની સંભાવનાઓને જોતાં સ્પેશિયલ માર્ગદર્શિકાની પણ જાહેરાત કરવામાં આવશે.

Share

Related posts

દાહોદ તાલુકાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો હડતાળ પર કમિશન વધારો, બાયોમેટ્રિક પરિપત્ર રદ સહિતની માંગો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

gujaratjanekta

ઝાલોદ નગરમાં આર.એસ.એસ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી સાથે નગરમાં પથ સંચલન કરવામાં આવ્યુંનગરજનો એ પુષ્પવર્ષા થી અભિવાદન કર્યું

gujaratjanekta

ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (ડી.આઇ.એસ.એચ. દ્વારા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિષય પર સત્ર યોજાયું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial