Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને ડાયટ દાહોદ પ્રેરિત, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2022,તારીખ 19 12 2022 ને સવારમાં 10 કલાકે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક જિલ્લા શિક્ષણ અધિકારી સુશ્રી કાજલબેન દવે હતા મુખ્ય મહેમાન જે.આર.પટેલ પ્રમુખ દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘ ,અને એન.એસ પરમાર મંત્રી શ્રી દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘ હતા. તેમજ શિક્ષણ નિરીક્ષક શ્રીમતી મેધાવિનીબેન શાસ્ત્રી ,મદદનીશ શિક્ષણ નિરીક્ષક સંજયભાઈ પરમાર, અન્ય શાળાઓના આચાર્યશ્રી ,ક્યુડીસી કન્વીનરશ્રીઓ , ક્રિડા મંડળના મંત્રીશ્રી ,વિજ્ઞાન મંડળના મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. સ્વાગત પ્રવચન સંકુલ સંયોજક ફાધર મારિયા પોલરાજ દ્વારા કરવામાં આવ્યુ. જિલ્લા વિજ્ઞાન મંડળના મંત્રી શ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું .દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર, અને મુખ્ય મહેમાન શ્રી ઓ દ્વારા પણ ઉદબોદન કરવામાં આવ્યું. અધ્યક્ષ શ્રી કાજલબેન દવે મેડમ દ્વારા પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ને અનુરૂપ ઉદબોધનમાં જણાવ્યું કે બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવે છે .આભાર વિધિ સહસંયોજક રીપલભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવી. રાષ્ટ્રગાન બાદ વિજ્ઞાન મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચ વિભાગમાં 70 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી
Share

Related posts

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાડા ગામે જમીન સંબંધી મામલે ૮ જેટલા ઈસમોએ ભારે ધિંગાણું મચાવતી એક વ્યક્તિના ઘર ઉપર પથ્થર મારો

gujaratjanekta

પંચમહાલ જિલ્લા તેમજ અન્ય આંતર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના 4 ગુન્હાઓમા છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી એલ.સીબી પોલીસ 

gujaratjanekta

ફતેપુરા મામલતદાર કચેરી ના સભાખંડમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial