Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

માં અંબાના મંદિરે દર્શનાર્થીને મળશે નિ:શુલ્ક ઠંડુ અને શુદ્ધ પાણી

ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના મંદિર પરિસર નજીક પીવાના પાણીની વ્યવસ્થા ન હતી. પરિણામે ગિરનાર પર્વત પર આવતા યાત્રિકોને ઉપર આવ્યા બાદ પીવાના પાણીનો મોંઘી બોટલો ખરીદવી પડતી હતી જેના કારણે ખર્ચ વધી જતો હતો અને સાથે પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ વધી જતું હતું ત્યારે રોપ-વે નું સંચાલન કરતી કંપની ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા અંબાજી મંદિર પરિસર ખાતે આરઓ પ્લાન્ટ સાથેનું નિ:શુલ્ક પાણીનું પરબ શરૂ કરાયું છે આ પાણીના પરબનું ઉદ્ઘાટન યાત્રિક દંપતીના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મંદિર ટ્રસ્ટના પૂજારીઓ મહંત તનસુખગીરી બાપુ ઉષા બ્રેકો કંપનીના રેસીડેન્ટ મેનેજર રાજેશભાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કંપની દ્વારા પરબ શરૂ કરાતા હવે યાત્રિકો નિ:શુલ્ક શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહેશે ઉષા બ્રેકો કંપની દ્વારા 500  લીટરની ટાંકી મુકાઈ છે પર્વત પર પાણી ન હોય કંપની દ્વારા તળેટીમાંથી પાણી ભરીને આ પાણી કાર્ગો રોપ-વે દ્વારા ઉપર લાવવામાં આવે છે આમ હવે ગિરનાર પર આવતા યાત્રિકોને પાણીની મોંઘી પ્લાસ્ટિકની બોટલ ખરીદવી નહીં પડે.

Share

Related posts

131 લીમખેડા વિધાનસભા માં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત દેખાઈ રહી છે આજ રોજ લીમખેડા વિધાનસભા આપ ના ઉમેદવાર નરેશભાઈ બારીયાને ઠેર ઠેર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે

Admin

હોસ્પિટલ વડોદરામાં શ્વાસ લેવામાં ગંભીર તકલીફ સાથે 58 વર્ષનો એક પુરુષ દર્દી આવ્યો

gujaratjanekta

ઝાલોદ સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial