સંકેત પંડ્યા – એડિટર
વડોદરા શહેર અને જિલ્લામાં 5મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે, આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, ભાજપ, કોંગ્રેસ અને AAP આજે છેલ્લી ઘડીના ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી માંજલપુર વિસ્તારના પંચશીલ મેદાન ખાતે વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર, રાજકીય, રેલી, તે મતદારક્ષેત્ર અંતિમ તબક્કામાં કરવામાં આવી રહી છે.
વડોદરા શહેર-જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પંચના આદેશ મુજબ ચૂંટણી મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહેશે. જેના કારણે આજે સાંજે ચૂંટણીના પડઘા શાંત થશે. એ પહેલા આ રેલીઓ યોજવામાં આવી રહી છે.
માંજલપુર બેઠક એ ભાજપને સતત ફળતી રહી છે ત્યારે આ બેઠક પરથી જીતતી આવેલી ભાજપ માટે આ વખતે ચૂંટણી પ્રચાર કેટલો ફળશે એ 8 ડીસેમ્બરે જ ખ્યાલ આવશે. ત્યારે યોગેશ પટેલ એ માંજલપુર બેઠક પરના જિગ્ગજ ધારાસભ્ય માનવામાં આવે છે. ત્યારે તેમની વિધાનસભા વિસ્તારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. ત્યારે આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતની વિજય રેલી પણ સયાજીગંજ વિસ્તારમાંથી યોજાઈ હતી.
ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાત એ ભાજપ માટે મહત્વનો ભાગ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે, ભાજપને અહીંથી ગત વખતે સારા એવા વોટ શેર કોંગ્રેસની સરખામણીએ મળ્યા હતા ત્યારે મધ્ય ગુજરાતનું કેન્દ્રી બિંદ એ વડોદરા શહેર અને તેની સીટો છે ત્યારે આ વખતે નારાજ નેતાઓએ અપક્ષમાંથી પણ દાવેદારી નોંધાવી છે ત્યારે મધુ શ્રીવાસ્તવ સહીતના નેતાઓને આ કેટલું ફળશે એ 8 ડીસેમ્બરે જ ખ્યાલ આવશે.

