સંકેત પંડ્યા – એડિટર
રાજકોટ શહેરમાં બળાત્કારની ઘટનાઓ વધતી જઈ રહી છે પરંતુ રાજકોટના ગ્રામ્ય વિસ્તારનથી પણ દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની મનોદિવ્યાંગ કિશોરી નાહવા જઈ રહી હતી ત્યારે પરિચિત શખ્સે જ તેના પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દિધો હતો જેથી જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનેગારની ધરપકડ કરી છે. ૧૭ વર્ષની કિશોરીને માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ત્રણ સંતાન છે. સૌથી મોટી દીકરી ૧૭ વર્ષની છે. નાનપણમાં મોટી પુત્રીને આંચકી આવ્યા બાદ તેની સમજશક્તિ સાવ ઓછી હોવાને કારણે મનોદિવ્યાંગ છે. અને તે ધો.૭માં અભ્યાસ કરે છે. પોતે પતિ સાથે મજૂરીકામે સવારે નીકળી ગયા બાદ સાંજે પરત ઘરે આવે છે. આ સમયે સંતાનો ઘરે એકલા રહે છે. દરમિયાન મોટી પુત્રી છેલ્લા પંદર દિવસથી બીમાર પડી હોય તબીબ પાસેથી દવા લીધી હતી. તેમ છતાં પુત્રીને તાવ ઉતર્યો ન હતો. ત્યારે સાંજે ભત્રીજો પુત્રીના ખબર અંતર પૂછવા આવ્યો હોય તેને પુત્રીને તબિયત સુધરતી ન હોવાની વાત કરી હતી. જેથી ભત્રીજાએ સારા ડોક્ટરને બતાવવા જવાનું કહીને પેડક રોડ પર તબીબ પાસે લઇ ગયો હતો. જ્યાં ડોક્ટરે સોનોગ્રાફી સહિતનું પરીક્ષણ કર્યા બાદ તેનો રિપોર્ટ આપી તમારી દીકરીના પેટમાં સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાની વાત કરી હતી. પુત્રીની સમજ શક્તિ અન્ય બાળકો કરતા સાવ ઓછી હોય અને તબિયત પણ સારી ન હોય તેની પૂછપરછ કરી ન હતી. બાદમાં બીજા દિવસે સવારે પુત્રીને ફોસલાવી પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા તે ગામની નદીએ નહાવા ગઇ હતી. ત્યારે ગામના સનાએ પોતાની સાથે બેથી વધુ વખત ખરાબ કામ કર્યું હતું. મનોદિવ્યાંગ પુત્રીની આવી વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પુત્રી સાથે દુષ્કૃત્ય આચરનાર સનો ગામમાં જ રહેતો હતો જેથી પરિવારે ખાનગી રાહે બનાવની ખરાઇ કરી હતી. જેમાં સનાએ જ પુત્રી સાથે દુષ્કૃત્ય આચર્યાનું જાણવા મળ્યું હતું. ખબર પડ્યા બાદ સમાજમાં બદનામી ન થાય તે માટે ત્યારે ફરિયાદ કરી ન હતી. બાદમાં પતિએ ફરિયાદ કરવાની વાત કરતા અંતે ગાંધીગ્રામ પોલીસમાં ગામના જ અજય ઉર્ફે સનો મેરામ ધોળકિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

