Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

રાજકોટના આંગણવાડી કેન્દ્રોમાં ભુલકાંઓને ગમ્મત સાથે આપતું જ્ઞાન: વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

 સંકેત પંડ્યા – એડિટર
રાજકોટના આંગણવાડી કેન્દ્રોમાં ભુલકાંઓને ગમ્મત સાથે આપતું જ્ઞાન: વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન આકૃતિઓ – રંગોની ઓળખ, શારીરિક અને માનસિક સ્ફૂર્તિમાં વધારો કરતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન રાજકોટમાં આંગણવાડીમાં નાના ભૂલકાં માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં ઉંમરે આંગણવાડી’ કાર્યક્રમ હેઠળ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું. બાળકોના કલરવથી ગુંજી ઉઠતી રાજકોટ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. ‘ઉંમરે આંગણવાડી’ કાર્યક્રમ હેઠળ અઠવાડિયામાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ભૂલકાઓને બાળગીત, શરીરના અંગોની ઓળખ, ગાંધીજીનું ગીત અને વાર્તા, ચીજ-વસ્તુઓના નામ, છાપકામ કરાવવું, આંગણીથી એકથી દસની ગણતરી, વિવિધ આકારો જોડીને માણસની આકૃતિઓ બનાવવી, ત્રિકોણ અને લંબચોરસમાં રંગો પુરવા, લંગડીની રમત, ચિત્રમાં ખૂટતો શરીરનો ભાગ દોરવો, મુક રમત સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. તેમ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ.વિભાગની યાદીમાં જણાવાયું છે.
Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા તા.ગરબાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ ભોલે થી ગુંજી ઉઠ્યા

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ગરબા ખેલૈયાઓ વિશાળ મેદાનમાં ગરબે ઘૂમશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial