Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા પાલિકા પરિસરમાં સુંદરકાંડ પાઠનુ આયોજન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારસાંસદ જસવંતસિંહ ભાભોરનો જન્મદિવસ હોવાથી લાંબુ આયુષ્ય જીવે તેવી પ્રાર્થના કરાઈશ્રાવણ માસની સમાપ્તિમા નગરમાં સહુનુ કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરાઈઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા 22-08-2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે નગરપાલિકા પરિસરમાં સુંદરકાંડ પાઠનુ આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં શ્રાવણ માસની સમાપ્તિ થવાના આરે છે તે હેતુથી નગરપાલિકા વિસ્તારના સહુ લોકો સુખી થાય તેમજ આનંદ પૂર્વ જીવન જીવે તેવા સુંદર આસય થી આ ધાર્મિક પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આજના દિવસે સાંસદ જસવંતસિંહ ભાભોરનો જન્મદિવસ હોવાથી તેઓની રાજકીય કારકિર્દી વધુ ઉજળી બને તેમજ તેઓ દાહોદ જિલ્લાની સુખાકારી માટે જનહિતના કાર્યો સદાય કરતા રહે તેવી પ્રાર્થના પણ નગરપાલિકા પરિવારના ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ હતી. બાલાજી મહારાજ સહુ નગરજનોના સંકટ દૂર કરે તેમજ નગર ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અને નગર પરિસર સુંદર અને રમણીય રહે તેવા આશિર્વાદ નગરજનો પર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આજના સુંદરકાંડના પ્રોગ્રામમાં નગરપાલિકા ચીફ ઓફિસર ટી.બી.ભાભોર સહિત નગરપાલિકાના ચૂંટાયેલ પ્રતિનિધિ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેલ હતો.

Share

Related posts

જાણો જન્માષ્ટમીના દિવસે ડાકોરના રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય કયો રહેશે

gujaratjanekta

Global Leadersમાં PM મોદીનો દબદબો : અમેરિકાના બાઈડન, સુનક સહિત 22 દેશના દિગ્ગજોને પાછળ

gujaratjanekta

ઝાલોદ સંજીવની હોસ્પિટલના નિષ્ણાંત ડૉ દત્તેશ દેવડાએ સાત વર્ષીય બાળકીનો જીવ બચાવ્યો સાત વર્ષીય બાળકીને કોબ્રા ( ઝેરી સાપ ) કરડ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial