Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કોલેજમાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રી કે.આર.દેસાઈ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં આચાર્યશ્રી ડૉ એ. આર. મોદીએ પોતાના જન્મદિવસને વિશેષ રીતે ઉજવવા પોતાની સાથે સર્વે વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં *“મેગા ટ્રી પ્લાન્ટેશન”* કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર કેમ્પસ માં *૨૫૨* જેટલા વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક સ્મૃતિવન”* પણ તૈયાર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આચાર્યશ્રીએ *”એક વૃક્ષ મારું હરિયાળું કેમ્પસ મારું”* એ ભાવ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિશ્વ કક્ષાએ ગ્લોબલ વોર્મિંગ એક માનવસર્જિત અભિશાપ છે. જેનું એકમાત્ર નિરાકરણ એ પ્રકૃતિ સંસાધનોનો વિકાસ અથવા જતન એ જ માત્ર વિકલ્પ છે. *”વૃક્ષ બચાવો સૃષ્ટિ બચાવો”* નો સંદેશ સૌ કોઈ લોકોએ અપનાવો જોઈએ જે વિશે વિસ્તૃત માહિતી આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે કોલેજના મંત્રી શ્રી ડો. પી.એમ.પટેલે એક નહીં પણ અનેક વૃક્ષ વાવીએ એ અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાના ઘર આંગણે કે ખેતરના શેઢે એક કરતાં વધુ વૃક્ષ વાવી તેના જતન માટે આહવાન કર્યું હતુંઆ કાર્યક્રમને સફળ બનાવવા એન.સી.સી. અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ વિશેષ જવાબદારી પૂર્વક સેવા આપી હતી.આખા કાર્યક્રમનું આયોજન કોલેજની પર્યાવરણ સમિતિના સભ્યો ડો.પી.એમ.શેલક,ડો.બી.એમ.ગોહિલ,ડો.આર.આર.ગોહિલ અને ડો.એ.આર.પરમાર, ડો.કે.જે.રામી, પ્રો.મુકેશભાઈ પગીએ યોજનાબદ્ધ રીતે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.આ પ્રસંગે કોલેજના પરિવારના તમામ સ્ટાફ મિત્રોએ વૃક્ષ વાવી તેના જતનની જવાબદારી લીધી હતી.

Share

Related posts

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, વિંઝોલના પાંચમા યુવક મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો

gujaratjanekta

સાવધાન- ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી : દક્ષિણ ભારતની મુસાફરી કરી હતી

gujaratjanekta

ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે : વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial