Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ફતેપુરા નગરમાં સલાકેશ્વર મહાદેવ મંદિરથી કામેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા . શ્રાવણમાં શરૂ થતા ની સાથે જ ફક્ત દ્વારા શિવને રીઝવવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે પવિત્ર શ્રાવણમાં શરૂ થતા શિવાલયમાં બમ બમ ભોલે થી ગુંજી ઊઠે છે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આજે શ્રાવણના બીજા સોમવાર નિમિત્તે ફતેપુરાની નગરમા લોકો દ્વારા રાજેસ્થાનના સલાકડા મુકામે આવેલ સલાકેશ્વર મહાદેવ મંદિરથી કાવડયાત્રા લઈને ફતેપુરા નગરમાં સ્થિત કામેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો ફતેપુરા નગરના 200 થી 250 જેટલી લોકો રવિવારની સાંજે રાજસ્થાન મુકામે આવેલ સલાકડા ગામે સલાકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા હતા ત્યાં એકત્રિત થઈ આખી રાત ભજન કીર્તન કરી ભોલેનાથને જલાભિષેક કરી બમ બમ ભોલેનાથ ના નાદ સાથે બાળકો યુવાનો દ્વારા ઢોલના તાલે ગૌમુખમાંથી જળ ભરીને કાવડયાત્રા લઈને ફતેપુરા મુકામે આવ્યા હતા ફતેપુરા નગરના વિવિધ વિસ્તારેમાં કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ફતેપુરા નગર શિવમ બની ગયું હોય તેમ બમ બમ ભોલેનાથ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ના નારાઓ સાથે કાવડયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું શિવાલયોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દરેક ભક્ત શિવમ બની ગયો હોય તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતું શિવાલયોમાં શીવના દર્શન કરવા અભિષેક કરવા ભક્તોની મોટી મોટી લાઈનો જોવા મળતી હતી

Share

Related posts

ભરૂચના આમોદમાં PM રૂ. 8000 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

gujaratjanekta

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા દ્વારા જિલ્લા ની તમામ ગેસ એજન્સી ના ડિસ્ટ્રીબ્યુટરો બેઠક યોજવામાં આવી!!

gujaratjanekta

મોરવા (હ) અને કાલોલ તાલુકાની શાળાઓમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial