Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પંકજ પંડિત

ઝાલોદ એસ.ટી ડેપોના મેનેજર નિલેશ મુનિયા દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની બસોમાં તિરંગો લગાવવા તેમજ મુસાફરોને સ્વતંત્રત દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા રાષ્ટ્રધ્વજની વહેંચણી કરવામાં આવી હતી. તેમજ મુસાફરો અને એસ.ટી ડેપોની ગાડી પર તિરંગો લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપો મેનેજર નિલેશ મુનિયા તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા અંતર્ગત દરેક ભારતીયના દિલમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ મજબૂત થાય તેમજ આવનારી નવી પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યે સદભાવના અને પ્રેમ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા દરેક સરકારી ઓફિસ તેમજ રાજ્ય, જિલ્લા, તાલુકા લેવલે ઉજવણી કરવામાં આવી રહેલ છે .

Share

Related posts

મધુ શ્રીવાસ્તવ મામલે ચૂંટણી પંચે વડોદરા જિલ્લા કલેક્ટર પાસે સૂઓમોટો રીપોર્ટ માંગ્યો, જાણો મધુ શ્રીવાસ્તવનું શું કહેવું છે

Admin

સુરતમાંથી 75 લાખની રોકડ જપ્ત કરવાના કેસની તપાસ હવે EDને સોંપાઈ

Admin

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial