Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેવગઢ બારિયા કોલેજમાં પ્રો.બી.એફ મકરાણી સાહેબનો વિદાય સમારંભ યોજાયો

પથિક સુતરીયા

આજરોજ તારીખ 18 ના રોજ અર્થશાસ્ત્ર વિષયના અધ્યક્ષ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ બજાવેલ “પ્રો. બી.એફ.મકરાણીસાહેબનો” વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડો.એમ એન ગોહિલ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારીયા હાયર એજ્યુકેશન સોસાયટીના *”પ્રમુખ શ્રી રાજમાતા ઉર્વશી દેવીજી”*, *”ઉપપ્રમુખ મહારાજા તુષાર સિંહજી (બાબા સાહેબ)*, કારોબારી સભ્ય શ્રીકફુલભાઈ શેઠ, ચિરાગભાઈ શેઠ વગેરે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે હિન્દી વિભાગના ડોક્ટર એસ.બી. પટેલ, સંસ્કૃત વિભાગના પ્રો. ડી આર પટેલ અંગ્રેજી વિભાગના ડો. એસ આર સીગ, ગુજરાતી વિભાગના ડો. એ. એસ. રાઠવા અર્થશાસ્ત્ર વિભાગના ડૉ. પુષ્પાબેન ગોઠડીયા વગેરેએ તેમનુ સુખ સમૃદ્ધિમય, નિરામય અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.પ્રસ્તુત કાર્યક્રમમાં મકરાણી સાહેબનો પરિવાર હાજર રહ્યા હતા, તેમની દીકરીઓ જે આ કોલેજની સ્ટુડન્ટ હતી. બંને દીકરીઓએ ભાવુક હૃદયે કર્તવ્યનિષ્ઠ પિતા અને પ્રોફેસરની ભૂમિકાઓ પર રસપ્રદ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં મકરાણી સાહેબે 1986 થી 2024 સુધી 37 વર્ષની કારકિર્દી નું બયાન કર્યું હતું તેમજ બારીયા હાયર એજ્યુકેશન સોસાયટીનું ઋણાનુબંધ વ્યક્ત કર્યુ હતું. શ્રી મકરાણી સાહેબ આ કોલેજમાં કર્તવ્ય નિષ્ઠ અધ્યાપક, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ,તેમજ કેમ્પસ ડાયરેક્ટર તરીકેની ભૂમિકાઓ અદા કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગના ડો. ડી એમ વણકર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર વિધિ ગુજરાતી વિભાગના ડો. એ એસ રાઠવા સાહેબ દ્વારા કરવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશન ખાતે આવનાર ધૂળેટીના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃ સંસ્થા) ના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે શ્રી શૈલેષ ઠાકરની વરણી

gujaratjanekta

અમદાવાદ: બેકાબૂ ડમ્પરે મારી સ્કૂટીને ટક્કર, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દંપતીની સારવાર ચાલુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial