Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ જિલ્લોપંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં દેવગઢબારિયા તાલુકાના સાલીયા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

છેવાડાના લાભાર્થીની ઓળખ કરીને તેને યોજનાકીય લાભ પહોંચાડવાનો અભિગમ ધરાવતો કાર્યક્રમ એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ગરીબ વંચિતોના જીવનમાં નોંધનીય હકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે સાંસદ જશવંતસિંહ ભાભોર

દાહોદ:-વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ અન્વયે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં દેવગઢબારિયા તાલુકાના સાલીયા મુકામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ સ્થળે આયુષમાન ભવ, પ્રાકૃતિક કૃષિ, આઈ.સી.ડી.એસ. સહિતના સ્ટોલ દ્વારા યોજનાકીય સહાય અને તેના લાભો વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા માટે સંકલ્પ લીધો હતો.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યુ કે, છેવાડાના લાભાર્થીની ઓળખ કરીને તેના સુધી યોજનાકીય સહાય-લાભ પહોંચાડવા માટેના અભિગમ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત રુ.૧૦ લાખની સહાય મળી રહી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી મહિલાઓને રસોઇ બાબતે સરળતા થઇ રહી છે, જે તેમના સમય અને ઉર્જાને બચાવે છે અને તેનો તે સકારાત્મક રીતે ઉપયોગ કરી શકે છે.વધુમાં મંત્રીએ જણાવ્યુ કે, એક સમયે પીવાના પાણી, વીજળી સહિતના પ્રશ્નો હતા, જે હવે ભૂતકાળ બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક ક્ષેત્રમાં વિકાસકાર્યો તેજ ગતિથી સંપન્ન થયા છે. વિકાસની આ યાત્રા સતત અને અવિરત આગળ ધપી રહી છે. વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને બળ પૂરું પાડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નમો ‘ડ્રોન-દીદી’નો ખ્યાલ રજૂ કરીને દેશમાં ડ્રોન ઉડાડવાની તાલીમ મહિલાઓને પણ તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદે્શ છે કે, છેવાડાના લોકોને કેન્દ્ર અને રાજય સરકાર વિવિધ યોજનાઓનો લાભ અપાવી સો ટકા સિધ્ધિ હાંસલ કરવાની છે. વડાપ્રધા નરેન્દ્રમોદી એ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે. આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે તેમણે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લાખો આદિવાસી બંધુઓ લઈ રહ્યા છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે રાજ્યના ગામેગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવે છે. છેવાડાના ગરીબ, મધ્યમવર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ હોવાનો મત વ્યક્ત કરી સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવા સૌને સાંસદ જશવંતસિંહ ભાભોરે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં યોજનાકીય સહાયના લાભોનું પ્રતિકાત્મક વિતરણ પણ મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. દેવગઢ બારિયા મામલતદાર સમીરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન,નાયબ જિલ્લા વિકાસ અધિકારી મલીદ દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, જિલ્લા બાગાયત અધિકારી એચ.બી.પારેખ,તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના સભ્ય ઓ ,ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન ભરતભાઈ ભરવાડ, તાલુકા પંચાયતના સભ્ય ઓ ,સરપંચ ઓ સહિત અધિકારી-કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

મોરવા હડફ થી 108 એમ્બ્યુલન્સને લઈ ભાગી જનાર અસ્થિર દિમાગના વ્યક્તિને ઝડપી પાડતી ઝાલોદ પોલીસ

gujaratjanekta

અરવલ્લીમાં યમરાજાનો પડાવ: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત, ઉમેદપુરના ખેડૂતને ખેતરમાં સાપે દંશ મારતા મોત

gujaratjanekta

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા ડી.એ.પી અને યુરિયા ખાતરનો જથ્થો પર્યાપ્ત કરાવવા મુખ્યમંત્રી પાસે માંગ કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial