Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાતની ધરતી પર આવીએ મારી છાતી પણ 56 ઇંચથી વધી જાય છે – કેશવપ્રસાદ મોર્ય યુપી ના. મુખ્યમંત્રી

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી ગઇ છે ત્યારે કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત કેન્દ્રના નેતા આજે ગુજરાત પ્રવાસ છે તે સંદર્ભે સુરત વિધાનસભા 170 મહુવા બેઠક પર ઉમેદવાર મોહનભાઇ ઢોળિયાની જંગી મતથી જીત થાય તે માટે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યજી ની વિશેષ ઉપસ્થિતિમાં મહુવા ખાતે વિશાળ સંખ્યામાં જાહેર સભા યોજાઇ હતી.  

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ મહુવાની જનતા જનાર્દનને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતની ધરતી પર આવીએ તો 56 ઇંચની છાતી વાળા આપણા પ્રધાનસેવક  નરેન્દ્રભાઇ મોદી એ કરેલા વિકાસના કાર્યો જોઇ મારી છાતી પણ 56 ઇંચથી વધી જાય છે. આ ટ્રાયબલ વિસ્તાર અર્બન વિસ્તારથી પણ વઘારે સારો છે. આ ગુજરાત પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી એ કરેલા વિકાસના કામોથી જાણીતું છે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જે આંદોલન થયું તેમાં ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતે ખભેથી ખભો મિલાવી આંદોલન કર્યુ છે. ગુજરાતની જનતાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા તેમજ  નરેન્દ્રભાઇ મોદીને દેશના પ્રધાનસેવક બનાવવા માટે 26 સાંસદોને જીતાડયા તેના કારણે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય બની રહ્યું છે અને વર્ષ 2024ની ચૂંટણી પહેલા ભવ્ય રામ મંદિર બની જશે. 

 કેશવપ્રસાદ મોર્ય એ વધુમાં જણાવ્યું કે, 8 ડિસેમ્બરે જ્યારે મતોની ગણતરી ન માત્ર ગુજરાત કરશે પરંતુ આખુ વિશ્વની નજર હશે કારણ કે આ ગુજરાતના લોકલાડિલા પુત્ર  નરેન્દ્રભાઇ મોદી સાહેબનું રાજય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતની જનતાને કયારેય નીચુ જોવુ પડે તેવું કામ કર્યુ નથી તેથી તમે પણ તેમને નીચુ જોવું પડે તેમ ન કરતા. આજે આપ સૌને અપિલ કરુ છું ગુજરાતમાં ભાજપની સરકાર છે અને 8 ડિસેમ્બરે ફરી ભાજપની સરકાર બનવાની જ છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક બેઠકો મળે તે માટે મત આપજો. 

કોંગ્રેસને વોટ આપવાનો મતબલ છે તમારો મત બગાડવો. દરેક રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં ભાજપને ઓછી બેઠક મળે તે માટે મહેનત કરી રહી છે જેથી 2024માં મોદી ને રોકી શકાય. કોંગ્રેસનો અર્થ જ છે કુશાસન, ભ્રષ્ટાચાર.દેશના પ્રધાનસેવકે દેશની સુરક્ષામાં કોઇ બાંઘ છોડ કરી નથી પાકિસ્તાનમાં ઘુસી આંતકવાદનો સફાયો કર્યો છે. કોંગ્રેસના શાસનમાં આપણે સર ઝુકાઇને જીવવું પડતું હતું અને ભાજપની સરકારમાં આપણે આંખ ઉચી કરીને ચાલીએ છીએ. આજે ગુજરાતનું મોડલ અમે ઉત્તર પ્રદેશમાં પણ લાગુ કર્યુ છે એને યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપી વિકાસની નવી ઉંચાઇ તરફ આગળ જઇ રહ્યુ છે. 

Share

Related posts

આજે હવામાન વિભાગે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની કરી આગાહી

Admin

પ્રી મોનસૂનની કામગીરી ની ખુલી પોલ : પંચમહાલ જીલ્લા પંચાયત બહાર પાણી ભરાયા

gujaratjanekta

અંબાલાલ પટેલે આપી આ તારીખે પવન સાથે ચક્રવાત ત્રાટકવાની મોટી આગાહી, બંગાળી ખાડીનું લો પ્રેશર હોનારત સર્જશે ! જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial