Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : પીએમ મોદી આવશે ફરી ગજરાતના પ્રવાસે

 સંકેત પંડ્યા – એડિટર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન અનેક લોકાર્પણ અને વિવિધ ખાતમુહૂર્ત કરશે. આ અગાઉ પણ પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ પર આવ્યા હતા અને અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આગામી 10મી તારીખે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પીએમ મોદી જામનગરની મુલાકાત કરશે અને જામનગરમાં રૂપિયા 1462 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 9 જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

જામનગર ખાતે હિરપર ગામની સરકારી ખરાબાની જમીન બનેલા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે તેમજ 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા સૌની યોજનાના લિંક 1ના બીજા અને ત્રીજા તબક્કાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ બીજા અને ત્રીજા તબક્કાથી રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદરને સૌની યોજનાથી નર્મદાનું પાણી મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ વધી ગયો છે અને જાહેર સભાઓ ગજવશે. ગુજરાતના બે દિવસના ટૂંકા પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ અગાઉ પણ પીએમ મોદી ગુજરાત

પીએમ મોદીનો બે દિવસીય કાર્યક્રમ 

– 9મી ઓક્ટોબરે બપોર બાદ ગુજરાત આગમન 

– મહેસાણાના મોઢેરા પાસે સભા કરી મોઢેશ્વરી માતાના દર્શન કરશે

– ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ 

– 10મી ઓક્ટોબર ભરૂચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત અને સભા કરશે

– આણંદમાં જનસભાને સંબોધન કરશે 

Share

Related posts

શહેરા એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Admin

ગોધરામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજીના નેતૃત્વમાં રોડ શો યોજાયો

Admin

ગોધરાની ડો. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial